ખોવાયેલ મળ્યું

દાનવહજામને entertainment મળતું રહે તે માટે થોડું ખોવાયેલ શોધી આપું છું….

ઈનામરૂપે ૧૦ ગ્રામ વાઘબકરી ચા જરૂરથી મોકલજે…”દાનવહજામ”.

તારો આ “દાનવ” અંકલ અને ખાટી દ્રાક્ષાઆ ન્ટી બન્ને સાથે મળીને ચા પીશું.

અને પછી Facebook પર લખીશું કે Danav drinking tea with Khatidrax…(જેમ પિક્ચર જોયાનું લખે છે..તેમ)

બકવાસ નં. 1

૨૯/૦૩/૧૦..સવારની પહોરમાં ઇનબોક્ક્ષ ફંફોળ્યું. ગુજબ્લોગના ઇમેલની ઝાકળ પડી હતી. ત્યા તો એક ઇમેલ પર જરા નજર પડી તેના પરથી લાગ્યું કે આજે ધબકાર નો કોઇ પ્રોગ્રામ છે આમ પણ આજે રજા હતી અને ભાઇ હતા નવરા એટલે આજ નું schedule નક્કી કર્યું.

 • ઇન્ટર્વ્યુ આપવા જવાનું
 • લેપટોપને દવાખાને મુકવા જવાનું
 • યુનીવર્સિટી ચોપડીઓ લેવા જવાનું
 • સાંજે ઓફીસ નહીં જવાનું
 • ધબકાર ના કાર્યક્રમ માં હાજરી આપવાની

બસ, શરુઆત થઇ ગઇ આપણા દીવસની. લેપટોપ પણ ચાર વાર સ્પેસ દબાવીએ ત્યારે જવાબ આપતું હતું. તેને ખભે નાખીને ઉપડ્યા આપણે તો કાફે માં ત્યાં જઇ ને આખોય બાયોડેટા ફરી બનાવવો પડ્યો અને આજની પોસ્ટ પણ આજે અપડેટ હતી. “રંગ રાખ્યો હતો લાલીયે” આજના નાનાં મોટા કામ પતાવી ઇન્ટરર્વ્યુ આપવા શીવરંજની પહોંચ્યો અને ત્રણેક કલ્લાક બગાડ્યા પછી ૪૪૦૦Rs નું પેકેજ સાંભળી હવાયેલા પાપડ જેવું મોં કરી પાછો ફર્યો અને લેપટોપ ખભે નાખ્યું ને હાલતા થયા વિજય ચાર રસ્તા તરફ અને પહોંચ્યા અને સર્વિસ સેન્ટર આવી ગયું અને આપણે તો પાછા રોજના ધરાક એટલે મેનેજર પણ નામથી ઓળખે, એ ઉછળીને બોલી પડ્યા “દાનવ ભાઇ તમારા આ રમકડાં ને વળી શું થયું?” મે જવાબ માં એવું કહ્યું કે “ઇ તો, હાલ્યા કરે!”

આ બધાં કામ પાતાવિને હું બહાર નીકળ્યો અને ATM તરફ વળ્યો અને દરવાજો ખોલતાંની સાથે ઠંડી હવામાં કંઇક હાશ થઇ. અને કાર્ડ ઘસી ફરફડીયું કાઢ્યું તો કપાળ પરની કળચલીઓ ઢીલી થઇ ગઇ… બેલેન્સ – 53RS દેખાયું આ આવ્યું ક્યાંથી એ વિચારતો-વિચારતો બહાર નીકળ્યો. અને મારા ફેવરીટ કાફે બડ્ડી લી કેફે માં પહુંચ્યો અને એકાદ વર્ષમાં અહીંયા બદલાયેલા નજારા જોવામાં જ સમય વિતી ગયો.

સાંજ ના લગભગ સાડા સાત વાગ્યા છે અને એક મિત્રને મળવા બોલાવેલ તે આવી પહોંચ્યો. એનું નામ મને અહીંયા લખવું યોગ્ય લાગતું નથી. પણ સમય મળે ક્યારેક કહીશ. અમે બંન્ને ધબકારના પ્રોગ્રામ માં જવાના વિચારમાં હતા કે મારા મુખારવિંદ માંથી શબ્દો સરી પડ્યા, “ઓયે યાર, ભુખ લાગી છે” અને Uncle Sam’s Pizza તરફ પ્રયાણ કર્યું. અનલીમિટેડ પીઝાનો ઓર્ડર આપ્યો. વેજીટેબલ સુપ સાથે હરી-હર કર્યું. અને ચોકલેટ આઇસક્રીમ સાથે સમાપન. જમણવાર પતાવી અને ઇશ્વર ભુવન પહુંચ્યા.
જ્યાં ધબકારનો પ્રોગ્રામ હતો. આજે પ્રથમ વખત મુલાકાત લિધી. પરંતુ અંદર પહોંચ્યા પછી યાદ આવ્યું કે ગગો કેમેરો અને ડાયરી બંન્ને ભુલી ગયો હતો. કાર્યક્રમની શરુઆત થઇ. શૈલ્યભાઇ એ સૌ સભ્યોનો પરિચય આપ્યો. અને શંકરાચાર્યના અષ્ટકથી કેદારભાઇ એ પોતાના કંઠનાં કામણ બતાવ્યાં અને સૌ મંત્રમુગ્ધ થઇ ગયા. બાકી આજે તો મઝા પડી ગઇ.. ! ત્યારબાદ કોઇએ એક નવું ગીત ગાયું (મારા માટે તો નવું હતું) એમનું નામ તો મને યાદ નથી પણ ગીતના શબ્દો હતા “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો….” પણ એટલામાં મારો મોબાઇલ વાઇબ્રેટ થયો ઉપાડતાં ની સાથે ક્રીષ્ન-કાનુડો બોલ્યો, “ભાઇ આજના સાડા નવ વાગ્યા હવે તો ઘરે ટાઇમે પહોંચો”. અને મારે નિકળવું પડ્યું.

બાઇકની કીક મારી ને યુનીવર્સિટી પહોંચ્યો. અને ત્યાં ઉભા રહેતાં જ યાદ આવ્યું કે ચોપડીઓ તો લેવાની રહી ગઇ. બાઇક સાઇડમાં કર્યું અને હું અને મારા મિત્ર ચોપડીઓ વાળા પાસે પહોંચ્યા અને ખાંખાં-ખોળા ચાલુ કર્યા. મેં એક ચોપડી શોધી કાઢી નામ હતું “અંતઃસલિલા” – સુમન અજમેરી આપણ ને તો જોઇતું હતું તે મળી ગયું. અને અચાનક નજર પડી સુંદરમ ના પુસ્તકોના સેટ ઉપર પડી ખુબ જ જુની રચનાઓ જોઇને ઇચ્છા તો થઇ કે હમણાં જ ખરીદી લઉં પરંતુ માર્ચ એન્ડીંગ હતું અને ઉપરથી મહીનાનો છેલ્લેથી બીજો દીવસ એટલે કુકા ખુટી ગયા. એટલે તેને આવતા અઠવાડીયે ખરીદવાનું નક્કી કર્યું અને હું અને મારો મિત્ર બંન્ને વિખુટા પડ્યા. હું ૩૦૦ નંબર ની બસમાં ઘરે પરત આવી ગયો.

બાકીનું ફરી ક્યારેક….

 

બકવાસ નં. 2

મારું નામ દાનવ છે.

મારું કહાની એટલે Gj 8 થી Gj 1 સુધીની સફર.મારૂં મુળ વતન ઉત્તર -ગુજરાત નું ડીસા છે અને છેલ્લા એક વર્ષથી અમદાવાદ માં છું. અને હવે યુ.કે જવાની તૈયારી કરું છું.આમ તો કોમ્પયુટર નો જાણકાર છું અને જોબ કરું છું એક જાણીતી કંપનીમાં સેલ્સ પરસન તરીકે.ગુજરાતી-સાહિત્ય પ્રત્યે ખુબ જ પ્રેમ છે મને અને ક્યારેક-ક્યારેક કાગળ પર પેન ફરી જાય તો કંઇક લખાઇ પણ જાય છે.વાસ્તવમાં મને આ બાબતનું કોઇ જ જ્ઞાન નથી અને છંદ,અલંકાર,પ્રાસ,જોડણી વગેરેમાં કંઇ ખાસ ખ્યાલ નથી આવતો પરંતુ તે શિખવા માટે મહેનત જરુર કરી રહ્યો છું.

મારા ભરેલા ખોબા માથી એક મોતી ક્યાંક ઢોળાઇ ગયું

કહેલા શબ્દોથી મારું કોમળ હૃદય વીંધાઇ ગયું

દાનવ

મને પ્રેરણા મળી એક છેલછબીલા ગુજરાતી દ્વારા  ” છ અક્ષરનું નામ”  રમેશ પારેખ. એમની “સાંવરીયો રે.. મારો સાંવરીયો..” મને ખુબ જ ગમે છે. વીણેલો કચરો.કોમની શરુઆત માટે હું આપ સૌનો આભારી છું. આમ તો ૧૯ વર્ષ નો નાનકડો આ બાબો આ બધાં ના આશીર્વાદ લઇ વર્ડપ્રેસનું મથાળૂં લઇને આપની સમક્ષ હાજર છે.

બકવાસ નં. 3

એક રીતે જોવા જઈએ તો દરેક બ્લોગર મને સારી રીતે ઓળખે છે. તેમ છતાં જરા ઓળખાણ કરી લઈએ..!
મારું નામ … … ઉપનામ દાનવ. જોકે ખાસ કારણ નથી આ બંન્ને નામ પાછળ જો આપ જાણવા માગતા હોવ તો જણાવી દઉં.

વાત જરા એમ છે કે મારા જન્મ સમયે બા અને બાપુજીએ દાનવ નામ પસંદ કરેલું પણ મારા રૂઢીચુસ્ત ફઈબાએ રાશીને ધ્યાનમા રાખી …નામ આપ્યું. ખુબ જ લાંબી ચર્ચા બાદ … નામને જન્મના દાખલામાં લખાવવામાં આવ્યું અને દાનવ નામ ઘરના સભ્યો અને મારા મિત્રો પુરતું મર્યાદીત રાખવામાં આવ્યું. એ દીવસથી આ બંન્ને નામ મારા જીવનમાં પેન અને શાહીની જેમ સમાઈ ગયાં. અને આ નામ પાછળનું કારણ જાણવાની જહેમત ઉઠાવી મારી દોસ્ત ખાટી દ્રાક્ષે. જે અત્યારે લંડનમાં એન્જીનીયરીંગ સ્ટુડન્ટ છે અને હેકીંગમાં માસ્ટર માઈન્ડ છે. જોકે અમે બંન્ને એકજ જ્ઞાતિના છીયે અને બાળપણથી જ સાથે ભણેલા અને એમાંય મારા બાપુજી અને તેના પપ્પા બંન્ને ગાઢ મિત્રો એટલે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ખાટી દ્રાક્ષ અચુક પણે ઘરે આવે. અમે બંન્ને પાછા હતાય ધમાલી એટલે સૌના નાકમાં દમ કરી નાખીયે. એને તો હું અત્યારેય ચીબાવલી કહું છું. એકવાર માર જન્મદીનની પાર્ટીમાં એ ઘરે આવેલ અને અગાશી પર અમે બંન્ને શાંતીથી ઉભાં હતાં ત્યારે તેણે આ નામ વિશે મને પુછેલું અને મારી આ કથા સાંભળીને અમે બંન્ને પેટ પકડીને હસેલા. બીજા દીવસે કોલેજની લાઈબ્રેરીમાં જ્યારે હું શાંતીથી વાંચતો હતો ત્યારે અચાનક આવીને જોશથી બોલી દાનવ.. ને ત્યાં ઉભેલા પ્રીન્સીપાલ આ જોઈ ગયા. તેમણે અમને બંન્ને ને તેમની ઓફીસમાં બોલવ્યા. અને અમને બંન્ને મસ્તીખોરોને લાઈબ્રેરીમાં બધાને ડીસ્ટર્બ કરવાના ગુનામાં જોડણી કોશ હાથમાં પકડાવીને હાથ અધ્ધર કરીને અડધો કલ્લાક સુધી અમને ઉભા રાખેલા પણ તે દીવસથી અમે તો સુધરી ગયા પણ તેઓ મને દાનવ કહેવા લાગ્યા. આવી છે મારા નામની કથા.

હું એક સ્ટુડેન્ટ છું તથા સ્વાધ્યાય પરીવારનો એક નાનકડો શભ્ય છું અને એક પોતાનો એક નાનકડો કોમ્પયુટરનો શો-રુમ છે. બસ, પોતાના વખાણ ન કરવા જોઈએ પણ સાડા ચાર વર્ષના અનુભવના કારણે એક સારો It Expert છું એવું જરુર કહી શકું. ગુજરાતી પ્રત્યેની રુચી જળવાઈ રહે તેના માટે વીણેલો કચરો.કોમની શરુઆત કરી હતી. અને હું આજે એમાં સફળ છું. મારો સ્વભાવ જરા જણાવું તો.. નાના બાળક જેવો, ઉતાવળીયો, તોફાની… વગેરે… બસ આવો જ છું. છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેટનો ઉપયોગ કરું છું. અને કદાચ ક્રૂતેશ અને હું બ્લોગજગતમાં સૌથી નાના બ્લોગર હોઈ શકીયે. આ ઈન્ટરનેટની દુનિયામાં આવ્યા પછી જીંદગી ઘણા પાઠ ભણાવી ગઈ. એટલા માટે જ ઈન્ટરનેટથી બનતા મિત્રોને મળવાનું ખુબ જ ઓછું રાખું છું. બાકી તો ઓનલાઈન મળતાં રહીશું….

 

બકવાસ નં. 4

મિત્રો લગ્નોની મોસમ ખીલી ઉઠી છે, ઠેર ઠેર ઢોલ વાગી રહ્યા છે, શરણાઈઓ ના સૂર રેલાઈ રહ્યા છે અને વરસાદનું સરસ મઝાનું એક ઝાપટું આવી ગયું છે. તો આવી ફુલની ફોરમ જેવા મોસમમાં કંટક સમાન ખુચતો એક પ્રશ્ન મુકી રહ્યો છું.

મારા બંન્ને પિતરાઈ ભાઈ બહેનનાં લગ્ન સુખેથી સંપન્ન રહ્યાં અને અંગત કાર્યથી દાર્જીલીંગ જઈ આવ્યો. ઘરે પરત આવતાંની સાથે જ ઘરમાં મારા કોમ્પયુટરના ટેબલ ઉપર લાલ રંગના ચુડીદાર ડ્રેસમાં ખુલ્લા બાલ રાખીને બેઠેલી યુવતીને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો.મારા સેન્ડલ બહાર ઉતાર્યાં અને થોડીક હીંમત ભેગી કરી ઘરમાં પ્રવેશ કર્યો. કોણ જાણે કેમ મને આજે પોતાના ઘરમાં જતાં ડર લાગતો હતો? અંદર જઈને સોફા પર લાંબા પગ કરીને બેસવાની આદત હજી સુધરી નથી. એટલે એ આદત મુજબ જ કર્યું અને અચાનક ત્યાં મારી નાનીબેન પાણી લઈને આવી અને મને જોઈને હસી એટલે મને નવાઈ લાગી. જે મારી સાથે ઝગડવા સીવાય કસું જ નથી કરતી એ આજે આમ હસી કેમ? પણ હજી મારી નજર મારા કોમ્પ્યુટરના ટેબલ પરથી હટતી નથી. બાએ અંદરથી બુમ પાડી,” દાનવ, જરા અંદર આવ તો..”. એટલે હું અંદરના રૂમ માં પહોંચ્યો.

મેં બાને તરત જ પુછ્યું,” બા, આ બધું શું છે?”.
તેણે જવાબ આપ્યો,”આ લોકો તને જોવા આવ્યા છે”
“પણ, આ તો એક જ છે!”
“તેના પપ્પા અને તારા બાપુજી ઉપરના રૂમમાં છે”
“વારું હું તેમને મળી લઉં છું”

હું મારા કોમ્પયુટરમાં ખાંખા ખોળા કરતી પેલી યુવતી ની પાછળ જઈને ઉભો રહ્યો. સળવળાટના કારણે તેણે પાછળ ફરીને જોયું. બન્યું એવું કે એ હેતલ હતી અને હું હસી પડ્યો. હું અને એ બંન્ને વોડાફોનમાં સાથે કામ કરતાં હતાં. માત્ર ફરક એટલો હતો કે હું સેલ્સ ટીમમાં હતો અને તે આઉટબોન્ડ કોલસેન્ટરમાં. હવે એક ઓફીસમાં જ કામ કરતા હોઈએ તો સહજ વાત છે કે મળ્યા તો હોઈએ જ. અને મુલાકાત પણ કેવી? ઓફીસના કેન્ટીનમાં હું મારી માઝા અને ક્રીષ્ના માટે કોફી લઈને આવતો હતો અને તે લન્ચની પ્લેટ હાથમાં ધરીને તેના ટેબલ તરફ જતી હતી. એવામાં તેને કોઈએ બુમ પાડી એટલે તે પાછળની તરફ ફરી. પછી તો હે ને ધબડકો… તેની પ્લેટ મારા હાથ પર સટાક કરતી અડી ગઈ અને બધી જ કોફી તેની જીન્સ પર ઢગલો થઈ ગઈ. સદનસીબે કોલ્ડ કોફી હતી એટલે ફક્ત જીન્સ ને જ તકલીફ થઈ હતી. હું તેની સમક્ષ એકીટસે જોઈ રહ્યો હતો. તે પ્રેમથી બોલી “સોરી…” હું જરા મલકાયો. મનમાં થયું આજ પહેલીવાર આવા સમયે મને ગુસ્સો નથી આવ્યો. ધીરે ધીરે ઓળખાણ થઈ ગઈ. હું અને મારા મિત્રોની સાથે તે પણ અમારી ટીમ માં જોડાઈ જતી અને બધા સાથે જ જમતા. બસ, વધારે નથી જાણતો તેના વિશે.

આજે મારા ઘરમાં અને મારા જ કોમ્પયુટરના ટેબલ પર તેને જોઈ એટલે વળી કંઈક નવું! તેંણે મને પુછ્યું,” કેમ છે દાનવ?” મેં જવાબ આપ્યો,”બસ, મઝામાં” આ જોઈને બા હેરાન થઈ ગયાં કે આ બંન્ને એકબીજાને ઓળખે છે કઈ રીતે? તેમણે મને પુછી પણ લીધું ,”તમે બંન્ને એકબીજાને ઓળખો છો કઈ રીતે?” અને આપણે તો હાજર જવાબી,”સાથે કામ કરતાં હતાં બા” થોડીકવાર સુધી અમે બંન્ને એ વાતો કરી અને એવામાં ક્રુષ્ણ કાનુડો ત્યાં ટપકી પડ્યો. આજે ગુરુવાર છે ચાલ સાંઈબાબાના મંદીરે જઈએ(મંદીર તો ખાલી નામ બાકી સાચી વાત એ છે કે ડીસામાં માત્ર એક જ બગીચો છે અને એ પણ સાંઈબાબાના મંદીરે સમજ્યા!). મેં મારી Pleasure લીધી અને ક્રીષ્નાએ તેનું બાઈક અને અમે ત્રણેય ફરવા નિકળ્યા. રસ્તામાં મેં તેને બધી જ વાત જણાવી. ગાર્ડનમાં પહોંચીને ત્રણેય જણ કુંડાળું કરીને બેસી ગયા. બધી જ ચર્ચા કરી લીધી. મારી ફેવરીટ મન્ચુરીયન ડ્રાયની ડીસ ઝાપટી ગયા. ઘરેથી ફોન આવ્યો.એટલે ફટાફટ પાછા.

સાંજે ઘરના બધા જ સભ્યો અને હેતલની ફેમીલી સાથે મળીને બેઠા હતાં. બાપુજીએ કહ્યું,”આપનો શું વિચાર છે?” તેના પપ્પા એ જવાબ આપ્યો,”એકબીજાને જો પસંદ હોય તો પત્યું પણ…”
બાપુજીએ પુછ્યું,”પણ?”
“અમારે સાટું જોઈએ છે”
હું ઉભો થઈને મારા રૂમમાં ચાલ્યો ગયો એટલે બાપુજી સમજી ગયા અને જવાબ આપ્યો,” અમે વિચારીને કહીશું”

વાસ્તવિકતા એવી છે કે સાટા પ્રથા એ અમારા સમાજની ખુબજ ખરાબ પ્રથા છે એવું હું નિડર પણે કહી શકું છું. આ પ્રથામાં એવું છે કે જો તમે વહુ તમારા ઘરે લાવો છો તેની સામે તમારે તમારી દીકરી સામેના ઘરે વળાવવી પડે. અને આ પ્રથાનો મારી ફેમીલી વિરોધ કરે છે. કારણ કે એક ના કારણે ચાર જીંદગીઓ બરબાદ થઈ જાય. કદાચ આપ સમજી શકતા હશો કે હું શું કહેવા માગું છું. આની પહેલાં પણ કેટલાય માગાં આવ્યા પણ મારી બા સાટાની વાત આવે એટલે ઘસીને ના પાડી દે.. મને મારી બાની આ જ વાત બહુ ગમે છે.

૨૧મી સદીના આધુનિક યુગમાં જીવતા માણસો કેવી વાહીયાત પ્રથાઓને ગળે બાંધીને ફરતા હોય છે એવું મનમાં આજે લાગી આવે છે. મેં આટલી નાની ઉમરમાં આવી પ્રથાને કારણે કેટલાંય ઘર તુટતાં જોયાં છે. સમાજ શું કહેશે એ જોઈને ચાલનારા લોકો શું પોતાના બાળકોનું ભવિષ્ય પોતાની નરી આંખે નથી જોઈ શકતા? આ પ્રશ્ન મારાં મનમાં સળવળી રહ્યો છે….

 

બકવાસ નં. 5

 

બકવાસ નં. 6

બકવાસ નં. 7

Advertisements

2 Responses to ખોવાયેલ મળ્યું

 1. danav કહે છે:

  તમારું ઇનામ..

  ૧૦ ગ્રામ વાઘ બકરી ચા નું પેકેટ તમારા સરનામે કુરીયર કર્યું છે…

  મળે તો યુઝ કરજો

  ના મળે (તેના ચાન્સ વધારે છે) તો તમારા નસીબ

 2. રવિકાંત કહે છે:

  Prompt Follow-up. Good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: